ધોરાજીઃ નકલીની ભરમાર વચ્ચે હવે ધોરાજી તાલુકામાં નકલી સ્કૂલ ઝડપાઈ છે. ધોરાજીના છાડવાવદર ગામ ખાતે બોગસ સ્કૂલ ચાલતી હોવાનો ગ્રામજનોએ ખુલાસો કર્યો છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ આવતા ન હોવા છતાં શિક્ષક 10 વર્ષથી સરકારી પગાર લેતા હોવાનું સત્ય ઉજાગર થયું છે. સમગ્ર મામલો ઉજાગર થતાં શાળાના આચાર્ય અને શિક્ષકો ગાયબ થઈ ગયા હતા, તેમજ રાજકોટ શિક્ષણ અધિકારીની ટીમે પણ વિઝિટ લીધી હતી.
ધોરાજીના છાડવાવદર ગામમાં જે.જે. કાલરિયા સ્કૂલ બોગસ હોવાનો ગ્રામજનો સહિતના જાગૃત નાગરિકોએ ઘટસ્ફોટ કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, છેલ્લાં 10વર્ષથી આ સ્કૂલ બંધ હાલતમાં છે. ચોંકાવનારી વાત તો એ છે કે સ્કૂલમાં વિદ્યાર્થીઓનાં નામ બોલાઈ રહ્યાં છે, પરંતુ એકપણ વિદ્યાથી અભ્યાસ કરવા આવતા નથી. આમ છતાં વિદ્યાથીઓના નામે શિષ્યવૃતિ સહિતના તમામ પ્રકારનું શૈક્ષણિક લાભ આ સ્કૂલ મેળવી રહી છે.